Cash Limit at Home: ઘરમા કેશ રાખવું કાયદેસર છે, પણ કેટલીક શરતો સાથે. શું તમે પણ મોટી રકમ ઘરમાં જ રાખો છો? તો જરૂર વાંચો કે કાયદો શું કહે છે અને ઇન્કમ ટેક્સના નિયમો શું અનુસરે છે.
ઘરમાં રોકડ રાખવી કાયદેસર છે કે નહિ? (Cash Limit at Home)
હા, ભારતમાં કાયદો ઘરમાં રોકડ રાખવા પર કોઈ સીધી મનાઈ નથી કરતો. તમે તમારા કમાયેલા પૈસામાંથી કેશ રૂપે રકમ ઘરમા રાખી શકો છો. પરંતુ એ જરૂરિયાત છે કે તે પૈસાની આવક સાચી રીતે બતાવી હોય અને તમે ટેક્સ ભર્યો હોય.
કેટલું કેશ રાખી શકાય છે?
ભારત સરકારે કોઈ નિશ્ચિત મર્યાદા નક્કી કરી નથી કે તમે ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકો. પરંતુ ઇન્કમ ટેક્સ વિભાગ માટે શંકાસ્પદ સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ મોટી રકમ મળી આવે અને તેનું સાચું સ્ત્રોત દર્શાવવામાં ન આવે. એટલે કે તમે ₹5 લાખ કે ₹10 લાખ સુધી કેશ ઘરમાં રાખો એ સમસ્યા નથી, જો તમારું આવક સ્રોત પ્રમાણભૂત છે.
શું થાય જો IT વિભાગ રેડ કરે?
જો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા ઘરમાં તપાસ કરે અને મોટી રકમ મળી આવે, તો તમારું કામ ત્યારે જ સલામત ગણાય જ્યારે તમે એની અથોરાઇઝ્ડ આવક બતાવી શકો. જો એવું ન થાય તો તમને પેનલ્ટી અથવા બેનામી માલમત્તાના કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
રક્ષા કેવી રીતે કરવી?
- કેશ રકમ રાખો, પણ તેની રસીદો, ઇન્કમ પ્રૂફ અને પેમેન્ટ ડિટેઇલ્સ સાચવી રાખો
- મોટાં ટ્રાન્ઝેક્શન માટે બેંક દ્વારા પેમેન્ટ કરો
- કોઈપણ બિનહિસાબ કેશથી બચો
- ઘરમાથી જ બિઝનેસ કરો છો તો તેનું રેકોર્ડ રાખો
Read More:
- NSC Investment Plan 2025: ₹80,000નું રોકાણ અને મેળવો ₹1.14 લાખ, જાણો સંપૂર્ણ માહિતી
- માત્ર ₹500થી શરૂ કરો PPF અને બનાવો લાખો રૂપિયાનું ભવિષ્ય
- નોકરીમાં લાંબો બ્રેક લીધો છે? EPFO પેન્શન પ્લાન પર એનો શું અસર થાય છે, જાણો વિગતે
- ઘરમાં રોકડ રાખવી કાયદેસર છે કે નહિ? જાણો કાયદા મુજબ કેટલી રકમ સુધી છે મંજૂરી
- ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે હવે RTO જવાની જરૂર નથી, ઘેર બેઠા કરો ઓનલાઈન રીન્યૂઅલ